તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ભરૂચના વેજલપુરના માછી સમાજના લોકો શ્રમદાનમાં આગળ આવ્યા, કોવિડ સ્મશાનમાં લાકડાનું દાન કર્યું

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાવડીમાં લાકડા ભરીને યુવાનો સામે પાર આવેલ કોવિડ સ્મશાનમાં લાવ્યા

ભરૂચના વેજલપુરના માછી સમાજના લોકો પણ શ્રમદાનમાં આગળ આવ્યા છે. ભરૂચમાં આવેલા ગુજરાત રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનમાં વેજલપુરના માછી સમાજના લોકોએ લાકડાનું દાન કર્યું હતું.

કોવિડ સ્મશાન ખાતે લાકડા પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે

ભરૂચમાં આવેલા ગુજરાત રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનમાં જિલ્લા ભરમાંથી કોવિડથી મૃત્યુ પામેલ અનેક વ્યક્તિઓના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લવાય છે. હાલની વિકટ પરિસ્થિતિમાં રોજની 35થી 40 ચિતાઓને સળગાવવા માટે હજારો ટન લાકડાની જરૂર પડે છે. અને અનેક સખાવતીઓ અને સંસ્થાઓ દ્વારા કોવિડ સ્મશાન ખાતે લાકડા પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે.

સ્મશાનના સંચાલકોએ માછી સમાજનો આભાર માન્યો

ત્યારે ભરૂચના વેજલપુરના માછી સમાજના લોકો પણ આ શ્રમદાનમાં આગળ આવ્યા છે. વેજલપુર ખાતે રહેતો માછી સમાજ મુખ્યત્વે માછીમારી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે અને નાવડી તેઓની અન્નદાતા કહેવાય છે. ત્યારે આ સમાજના લોકોએ શ્રમદાન હાથ ધર્યું હતું. અને વિસ્તારમાંથી યુવાનોએ જાતે લાકડા કાપયા હતા. જે બાદ નાવડીમાં લાકડા ભરીને સામે પાર આવેલ કોવિડ સ્મશાનમાં ખાતે લાકડાનું દાન કર્યું હતું. સ્મશાનના સંચાલકો અને સ્વયંસેવકોએ પણ વેજલપુરના માછી સમાજનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો