તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:બજારોમાં દિવાળીના દિવસે પણ ખરીદી કરવા લોકો ઉમટી પડ્યાં

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના ચૌટાબજારમાં દિવાળીના દિવસે પણ લોકોએ મન ભરીને ખરીદી કરી હતી - Divya Bhaskar
અંકલેશ્વરના ચૌટાબજારમાં દિવાળીના દિવસે પણ લોકોએ મન ભરીને ખરીદી કરી હતી
 • નૂતન વર્ષ અને ભાઇબીજ એક જ દિવસે, લોકોના પ્લાનિંગ બદલાયા
 • કોરોનાકાળ બાદ તહેવારને લઇને 4 દિવસથી ખરીદી નીકળતા ખુશી

ભરૂચ જિલ્લાના દિવાળીની ખરીદી કરવા માટે બજારો ઊભરાયા હતા. દિવાળીના દિવસે માર્કેટો ગ્રાહકોથી છલોછલ ભરાયા હતા. જોકે દિવાળીની ઉજવણીમાં લોકો સાવચેતી ભૂલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું ફરજિયાત પાલન કર્યુ ન હતુ. જેના કારણે દિવળીની પછીના દિવસોમાં સંક્રમણ વધવાની ભીતિ છે. ભરૂચના પાંચબત્તી સુધીના રસ્તા પર, અંકલેશ્વરના ચૌટા બજાર સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં લોકોએ જોખમી રીતે ખરીદી કરી હતી.

નૂતન વર્ષ અને ભાઇ-બીજ એક જ દિવસે હોવાથી લોકોએ તહેવારોના ઉજવણીનો પ્લાનિંગ બદલવો પડ્યો હતો. મોટે ભાગે દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષની ઉજવણી કરીને બહેનો ભાઇબીજની તૈયારી કરવામાં લાગી જાય છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળી અને નવા વર્ષ વચ્ચે એક દિવસની ગેપ હોવાથી અને નવુ વર્ષ અને ભાઇબીજ એક જ દિવસે હોવાથી લોકોએ તહેવારોની ઉજવણીનું પ્લાનિંગ ખોરવાઇ ગયુ છે.

અંકલેશ્વર શહેરના બજારો તેમજ મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ થી છલકાયું છે. પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિગ કરાયું હતું. માર્ગો પર આડેધર પાર્ક થતા વાહનો દૂર કર્યા છે. બજારમાં ગ્રાહાકી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા. ફૂટપાથ પર પેટિયું રણતા શ્રમજવી પણ ભીડ જોતા રાહત અનુભવી હતી. કોરોના મહામારી વચ્ચે જ્યાં તહેવારોની મજા ફિક્કી પડી છે. ત્યાં હવે લોકો કોરોના મહામારી નો ડર ને ભૂલી તકેદારી સાથે ખરીદી કરવા નીકળી રહ્યા છે. અંકલેશ્વર શહેર માં ચૌટા બજાર સહીત મુખ્ય બજાર માં દુકાનો ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગ્રાહકી પૂરબહારમાં જોવા મળતા લોકો ભારે ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો