હાલાકી:ભરૂચના વાલ્મિકી વાસમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ

ભરૂચ શહેરના લાલબજાર વાલ્મિકી વાસ વિસ્તારમાં અવાર-નવાર ગટર ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.અહીંયા આવેલી ગટર ઉભરતા તેના ગંદા પાણી અહીંયાના માર્ગો ઉપર ફેલાઈ જવાથી ભારે દુર્ગંધ ફેલાવા સાથે અહીંયાથી લોકોને અવર-જવર કરવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે.સદર મામલે સ્થાનીકોએ પાલિકામાં રજૂઆતો કર્યા છતાંય પણ કોઈ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.જેથી પાલિકા વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનો હલ કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...