ભાસ્કર વિશેષ:મગણાદમાં ઢાઢરના પાણી પ્રવેશતાં લોકોને મગરોનો ભય

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીના જળસ્તરમાં વધારો થવાથી જંબુસરના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

વડોદરા તથા આસપાસના જિલ્લાઓમાં થઇ રહેલાં વરસાદના કારણે ઢાઢર નદીની સપાટીમાં વધારો થયો છે. ઢાઢર નદી ભરૂચ જિલ્લામાંથી પણ પસાર થતી હોવાથી હાલ જંબુસર તાલુકાના મગણાદ ગામમાં ઢાઢર નદીના પાણી પ્રવેશ્યાં છે. ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતાં હોવાથી પુરના પાણીમાં મગરો ગામમાં આવી જાય તેવી સંભાવના હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.

જંબુસર શહેર અને તાલુકા પંથક ઉપરાંત ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા ધોધમાર વરસાદ ને પગલે નાનાં મોટા જળાશયો છલકાય ઉઠયાં છે. વડોદરા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહયો હોવાથી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થઇ છે. આમોદ અને જંબુસર તાલુકાનાં મધ્યમાંથી પસાર થતી ઢાઢર નદી હવે બે કાંઠે વહેવા લાગી છે.

ઢાઢર નદીના કિનારાનાં ગામોની ભાગોળમાં પૂરનાં પ્રવેશી રહ્યા છે. જંબુસર તાલુકાના મગણાદ ગામની ભાગોળ સુધી પાણી આવી ગયાં છે. આ ઉપરાંત ગામના નીચાણવાળા ખેતરોમાં પણ પાણીનો ભરાવો થયો છે. ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતાં હોવાથી પુરના પાણીમાં મગરો ગામમાં આવી જાય તેવી સંભાવના હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...