જંબુસર નગરમાં પાલિકા સત્તાધિશો દ્વારા કોઈ વિકાસના કામો નહિ થતા હોવાના આક્ષેપ સાથે ચારેકોર ઉભરાતી ગટરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને લઈ કોઈ દીકરી પણ આપવા તૈયાર ન હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. જંબુસર પાલિકામાં શાસકોએ શાસન સભાળ્યાને બે વર્ષનો સમય થવા આવ્યો છે. જોકે બે વર્ષમાં શાસકો દ્વારા કોઈ વિકાસ કાર્યો હાથ ધરાયા નથી. સામે જંબુસરની પ્રજાને ગટર, સફાઈ, સ્ટ્રીટલાઈટ અને મીઠા પાણી માટે પણ હાલાકી ભોગવી પડતી હોવાનો વિપક્ષી નેતા સાકીર મલેકે રોષ વ્યકત કર્યો છે. જંબુસર નગરમાં એસ.ટી. ડેપો મુખ્ય માર્ગ, રોહિતવાસ, નેશનલ પાર્ક, જલાલપુરા, તલાવપુરા, ભૂત ફળિયા, આબેડકર ફળિયામાં ગટરોને લઈ લોકો ત્રસ્ત છે. ચારેકોર ઉભરાતી ગટરો, સફાઈનો અભાવ, સ્ટ્રીટ લાઈટો અને મીઠા પાણીની સમસ્યા જોવા મળી રહી હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. આટલું જ નહીં આ સમસ્યાને લઈ જંબુસર નગરમાં કુંવારા છોકરાઓને કોઈ દીકરી આપવા પણ તૈયાર નહિ હોવાનો આક્ષેપ કરાયો છે. પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો છતાં સમસ્યા નિવારવામાં નહિ આવતા વિપક્ષે આગામી સમયમાં પાલિકા સામે અચોક્કસ મુદ્દતના ઘરણા કરવાની ચીમકી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.