તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ઉપાધી:ભરૂચમાં કોરોના બાદ હવે મ્યુકોર માઇકોસિસના દર્દીઓ મળ્યાં

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દર્દીઓને સારવાર માટે વડોદરા ખસેડાયા

ભરૂચમાં કોરોના બાદ હવે મ્યુકોર માઇકોસિસના દર્દીઓ મળી રહ્યાં છે. જેમાં વાગરા તાલુકાના એક ગામના બે દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળતાં તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ફુગથી ફેલાતા આ રોગને ગંભીર ગણવામાં આવે છે

ભરૂચ શહેરમાં કોરોનાની બીજી લહેરથી ફેલાયેલા ભયમાંથી લોકો બહાર આવે તે પહેલાં હવે મ્યુકોર માઇકોસિસ નામના રોગે દસ્તક દીધી છે. કોરોનાની સારવાર લઇ સાજા થયેલાં દર્દીઓમાં મ્યુકોર માઇકોસિસનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ફુગથી ફેલાતા આ રોગને ગંભીર ગણવામાં આવે છે. મગજ સુધી ચેપ ફેલાતો રોકવા માટે દર્દીની આંખો અને તાળવું સર્જરી કરી કાઢી નાખવાની ફરજ પડતી હોય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામમાંથી મ્યુકોર માઇકોસિસના બે દર્દીઓ મળી આવ્યાં છે. આ બંને દર્દીઓને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...