તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Pathik Shukal Of Bharuch In Kovid 19 In Brampton City, Canada, Award To Gujarati For His Inspiring And Inspiring Work At The Age Of 47

ગૌરવ:કેનેડાના બ્રેમ્પ્ટન સિટીમાં કોવિડ-19માં ભરૂચના પથિક શુકલનો ડંકો, 47 વર્ષે લોકોને પ્રોત્સાહિત અને પ્રેરણારૂપ કાર્ય બદલ ગુજરાતીને એવોર્ડ

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનેડામાં નવ વર્ષથી રહેતા પથિક શુક્લએ કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને અઢળક મદદ કરી
  • દરેક બસ સ્ટેન્ડ ઉપર પથિક શુકલના ફોટા સાથે વિજેતાની જાહેરાત

કોવિડ-19માં ભરૂચના નાગરિકે કેનેડાની બ્રેમ્પ્ટન સિટીમાં પોતાના સેવાકીય કાર્યો થકી ત્યાંના અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બની 47 વર્ષ બાદ ઇન્સપાયર એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું બહુમાન મેળવ્યું છે.

મૂળ ભરૂચના વતની પથિક શુક્લ 2012માં કેનેડા બ્રેમ્પ્ટન સિટીમાં સ્થાયી થયા હતા. બ્રેમ્પ્ટન સિટી કાઉન્સિલ 1974થી ત્યાંના નાગરિકો, લોકોને સામાજિક પ્રવૃતિઓમાં અંગત રસ સહિતના કર્યો માટે પ્રોત્સાહિત કરવા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરે છે.

એવોર્ડ કોને આપવો તે સિટી- રિજિયોનલ કાઉન્સિલના સભ્યો, પોલીસ-ફાયર ડિપાર્ટમેન્ટ, બ્રેમ્પ્ટન બોર્ડ ઓફ ટ્રેડના સભ્યોની સમિતિ નક્કી કરે છે. 2019-20 માટે વિજેતાઓને કોવિડ-19ની સ્થિતિને ધ્યાને પ્રતીકાત્મક એવોર્ડ અપાયો છે.

2020ના એવોર્ડ માટે બ્રેમ્પ્ટનના નાગરિક તરીકે ભરૂચના પથિક શુકલની પસંદગી કરાઈ છે. જેઓ કેનેડામાં બ્રેમ્પ્ટનમાં 47 વર્ષ બાદ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી બન્યા છે જે ભરૂચ જિલ્લા માટે પણ ગૌરવની વાત છે.

કોવિડ-19 માં બ્રેમ્પ્ટન સિટીમાં સમાજ ઉપયોગી સેવા, જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ અન્ય સાધન અને રાહત સામગ્રી સાથે વિલિયમ ઓસ્લર હોસ્પિટલના કોરોના વોરિયર્સ સ્ટાફને ફૂડ પેકેટ પોહચાડી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

બ્રેમ્પ્ટન સિટી કાઉન્સિલ એ શહેરના અન્ય નાગરિકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા તેમના આ ઉમદા કાર્યને બિરદાવી ઇનસ્પાયરેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે. પથિક શુક્લ હ્યુમન ફોર હાર્મોની સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. તેઓની એવોર્ડ સાથેની તસ્વીર બ્રેમ્પ્ટન સિટીના દરેક બસ સ્ટેન્ડ ઉપર લગાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...