ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી:આકાશી દાવ પેંચના પર્વ ઉત્તરાયણની ભરૂચ જિલ્લામાં આજે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં આકાશી દાવ પેંચના પર્વ ઉત્તરાયણની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. તો શનિ- રવિવારની બે રજાઓને લઇ લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં આકાશી પર્વ ઉત્તરાયણને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા પર ચઢી ગયા હતા. અને પતંગો ઉડાવી રહયા હતા. અમુક લોકો સવારના સમયે પતંગની કિન્ના બાંધીને પર્વની તૈયારીઓમાં લાગી ગયા હતા. તો કેટલાકે રાતથી જ તૈયારીઓ કરી દીધી હતી. અમુક ઘરની મહિલાઓ ઊંધિયા, જલેબી સહિતની રસોઈ બનાવવામાં જોતરાઈ ગયા હતા. ઉત્તરાયણને લઇ નાના-મોટેરાઓ સૌ કોઈ ધાબા પર પતંગોના દાવ પેંચ રમાડી કાયપો છે ના નાદ સંભળાઈ રહયા હતા. તો કેટલાક લોકો ધાબાઓ ઉપર સ્પીકર લગાડી ગીતો સાથે પતંગ ચગાવી પર્વની ઉજવણી કરી રહયા હતા. તો કેટલાક સ્થળે લોકો ધાબા પર જ ગરબે જૂમી ઉઠયા હતા. બપોરે લોકોએ ધાબા પર જ ઊંધિયા- જલેબીની લિજ્જત માણી હતી. ધાબા પર લોકો ચશ્મા અને ટોપી પહેરીને સેલ્ફીઓ પડાવતા હતા.તો કેટલાક લોકોએ કપાયેલી પતંગ લૂંટીને પર્વનો નિર્દોષ આનંદ લૂંટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...