લાઇવ CCTV:ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, કાટમાળ મહિલા ઉપર પડતા ગંભીર

ભરૂચ4 દિવસ પહેલા
  • જર્જરિત ઈમારતોનો કાટમાળ તૂટી પડવાની ઉપરાછાપરી ઘટનાઓ પણ પાલિકા માત્ર નોટિસ જ આપે છે

ભરૂચના કોટ પારસીવાડમાં જર્જરિત 3 મંજલી ઈમારતનો કેટલોક ભાગ તૂટી પડતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાઈ હોવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી છે.

મહિલા ત્યાં જ ઢળી પડી
ભરૂચ શહેરમાં વર્ષો જૂની જર્જરિત 400થી વધુ ઇમારતો અત્યંત જોખમી હોવા છતાં વર્ષોથી ભરૂચ પાલિકા માત્ર નોટિસો બજાવી પોતાની જવાબદારી નિભાવી રહી છે. ચોમાસામાં વરસાદી માહોલમાં આ મકાનો ધરાશાયી થવાની કે તેમનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બની રહી છે. જેમાં ઇજા અને નુકશાની સર્જાઈ રહી છે. બુધવારે પણ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા કોટ પારસીવાડ વિસ્તારમાં એક ઈમારતનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. ત્રણ મંજલી ઈમારતનો ઉપરનો ભાગ કડડભૂસ થતા મકાનમાં નીચે રહેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો હતો. મહિલા ત્યાં જ ઢળી પડી હતી.

ઈમારત ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના
ઘટનામાં સબાના શેખ નામની મહિલાને ગંભીર ઇજા પોહચતા ભરૂચ બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાંઆવ્યા છે. જેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા અને જોખમી કાટમાળને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. પારસીવાડમાં સતત ઈમારત ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના બની છે. આજની ઘટનામાં મહિલા ઉપર કાટમાળ પડવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...