તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાજપ યુવા મોર્ચા પૂર્વ મંત્રી સાથે ભાગી જનાર પરિણીતા પકડાયાં

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બંનેના લોકેશન શોધી કાઢ્યા
 • મહિલા-યુવા મંત્રીના જવાબ લીધા,મહિલા પતિને સોંપાઈ

ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી મિત્રની જ પત્ની અને 2 સંતાનની માતાને ફસાવી ભગાડી જતા કિસ્સો રાજકીય અને સામાજિક સ્તરે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.જોકે પતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં કરેલી જાણવા જોગ અરજીના આધારે પોલીસે સાયબર સેલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મહિલાને શોધી કાઢીને તેના પતિને સોંપવામાં આવી છે.

ભરૂચમાં શહેરમાં કેટલાય દિવસથી એક કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જેમાં શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વસતા એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિની બે સંતાનોની માતાને તેમનો જ મિત્ર હિમાંશુ વૈદ જે ભાજપ BJPમાં શહેર યુવા મોરચાનો મંત્રી હતો. તેની સાથે ભાગી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પત્ની ગુમ થયા હોવાની જાણ થતા જ પતિ દ્વારા હિમાંશુ વૈદના ઘરે તપાસ કરવા માટે ગયા હતા. પરંતુ તે પણ તેના ઘરે મળી આવ્યો ન હતો. બન્નેના મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકી તેઓ જતા રહ્યા હતા. જેથી સમગ્ર મામલે પતિ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં હીમાંશુ વૈદ સામે પત્નીને ભગાડી જવાની અરજી આપવામાં આવી હતી.

બનાવને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.કે.ભરવાડે અલગ ટીમો બનાવી બંને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેમની માહિતી મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે સંદભૅ ટેક્નિકલ સર્વેલન્સ ટીમ દ્વારા લોકેશનના આધારે મહિલા અને ભાજપના પૂર્વ યુવા મારચા મંત્રી હિમાંશુ વૈદને શોધીને ઝડપી પાડ્યા હતા. બંનેયને પોલીસ મથક લઈ આવ્યા બાદ અધિકારીઓ દ્વારા મહિલા અને હિમાંશુના જવાબો લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહિલાને તેના પતિને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો