કાર્યવાહ:પરીણિતાએ દહેજ નહીં લાવતાં સાસરિયાઓ તેડવા ન આવ્યાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જંબુસર કહાનવા ગામની યુવતિને આમોદ ખાતે પરણાવી હતી
  • વેડચ પોલીસે પતિ,સાસુ અને દિયર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

જંબુસરના કહાનવા ગામની યુવતિના આમોદના ભીમપુરા રોડ વિસ્તારમાં થયાં હતાં. લગ્નના 2 દિવસ બાદ તે પિયરે જતાં તેના સાસરિયાઓ જ્યાં સુધી દહેજમાં 1 લાખ રૂપિયા, બાઇક, સોનાની લકી ન આપે ત્યાં સુધી લેવા નહીં આપવાનું કહીં 5 મહિનાથી તેડવા નહીં આવતાં પરીણિતાએ વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કહાનવા ગામે સોની ચકલા વિસ્તારમાં રહેતાં યાકુબ રફીક વોરાની પુત્રી યાસ્મીનના લગ્ન આમોદ ભીમપુરા રોડ પર આવેલ અમનપાર્ક પાસે રહેતાં સોહિલ રફીક ઘાંચી સાથે 7 જૂનના રોજ થયાં હતાં.

લગ્ન બાદ ઘરે પહોંચતાં સાસરિયાઓ દ્વારા તેને તારા પિયરેથી દહેજમાં સોનાની લકી, બાઇક તેમજ એક લાખ રૂપિયા નથી આપ્યાં તેમ કહીં મહેણાંટોણા માર્યાં હતાં. જેના બે દિવસ બાદ તેને પિયરપક્ષવાળા તેડવા આવતાં તે 9મી જૂને પિયરે ગઇ હતી. જે બાદ સાસરીપક્ષ વાળા તેને પરત લેવા આવ્યાં ન હતાં. તેમને ફોન કરતાં દહેજમાં બાઇક, સોનાની લકી અને એક લાખ રૂપિયા લઇને જ પરત આવવા કહી ફોન પર છુટાછેડા આપવાની ધમકીઓ આપતાં યાસ્મિને આખરે વેડચ પોલીસ મથકે તેના પતિ સોહિલ તેમજ સાસુ ઝરીના તેમજ દિયર સમીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...