તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદાજીને કિનારે મહાકાલી આશ્રમના લાભાર્થે સ્વામી સંતોષ ચૈતન્યજી દ્વારા આયોજીત કથાકાર પ્રફુલભાઈ શુકલની ભવ્ય રામકથામાં બુધવારે રામ જન્મઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કથાના મુખ્ય યજમાન રાજેશભાઈ બાબરભાઈ ગોહિલ દ્વારા 11111 રૂપિયાની ઉછામણી લઈને રામ લાલાનું પારણું ઝુલાવાયું હતું. “અવધમેં આનંદ ભયો જય રઘુવીર રામકી”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે પ્રાણીમાત્ર નો પ્રેમ પારાકાષ્ટાએ પહોંચે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે.મકરસંક્રાંતિના પુણ્યકાળમાં યોજાયેલી આ ભવ્ય રામકથામાં ભાવિકો શ્રધ્ધાથી ભાગ લઈ રહ્યા છે બાપુના સંગીતકારો દિપક બારોટ-વાયોલીન, યતીન શાહ-બંસરી, અર્જુન સોલંકી-તબલા, ઓમ જાની-કીબોર્ડ દ્વારા ભજન અને ધૂન ની રમઝટ બોલાવાઈ રહી છે ગુરુવારે મકરસંક્રાંતિના દિવસે સીતારામ વિવાહનો મંગલ પ્રસંગ ઉજવવામાં આવશે. આજે રામ કથામાં હંસાબેન નરેશભાઈ પટેલ સાંઈપૂજન-જહાંગીરપુરા ના હસ્તે પોથીપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કર્મકાંડ આચાર્ય મુકેશભાઈ જાની-વલસાડ, પ્રિત જોષી, ઓમ જાની, દિનેશભાઈ દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. મધુર ચૈતન્ય સ્વામી દ્વારા મહાકાલી આશ્રમ પર શ્રોતાઓ માટે મહાપ્રસાદ વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું છે
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.