અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થતી હતી. જેથી ભરૂચની શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહીદારોની સુવિધા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં રોજીંદા 12 થી વધુ જગનો વપરાશ થાય છે.
ઊનાળામાં ૪૫° જેટલી અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડઝ સ્ટાફ, નોકરીઆત વર્ગ, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, રાહદારીઓ મજુરીકામ કરતાં લોકોને પાણીની તરસ લાગતી હોય છે અને કેટલાક લોકો પાણીની બોટલ ના 20/-રૂ. પણ ન ખર્ચી શકતા હોય અને પાણી માટે તરસે વલખાં મારવાં ન પડે, તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરીયાત આ વિસ્તારમાં ઉભી થઈ હતી. તેથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાં ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટ ના પ્રોજેક્ટ ચેરમેન અંજલીબેન ડોગરા, કલ્પનાબેન દવે દ્વારા ઠંડા પાણીની પરબ શરુ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ સવિતાબેન રાણા, પુર્વ પ્રમુખ ઉષાબેન સિધ્ધપુરા, અરૂણાબેન ચૌહાણ, હર્ષાબેન નાયક, પ્રતિમાબેન ચૌહાણ, અંશુબેન અરોરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધન ના જિલ્લા ના પ્રમુખ શૈલેષભાઈ ગોસ્વામી વગેરેએ હાજરી આપી હતી. આ પ્રસંગે જાહેર જનતા પાણીની પરબનો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.