ફરિયાદ:પહાજની મહિલા સરપંચ, તેના પતિને મારી નાંખવાની ધમકી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસીબીના બિલના રૂપિયા મુદ્દે તકરાર થઇ

વાગરા તાલુકામાં આવેલાં પહાજ ગામે રહેતાં હમીદ જીસાહેબ રાણાની પત્ની રશ્મી છેલ્લાં નવેક મહિનાથી ગામમાં સરપંચ તરીકે સેવા આપે છે. રવિવારે હમીદ રાણા તેમના મિત્ર ભોળાભાઇ ભરવાડને હોસ્પિટલમાં ટીફીન આપવા જવાનું હોઇ તેમના ઘરે ગયાં હતાં. તે વેળાં ગામમાં જ રહેતાં મહેબુબ હમીદ રાણા તેમજ આરીફ જલ્લાલુદ્દીન રાણાએ તેમની પાસે આવી મારા બનેવી મોહસીને ગ્રામ પંચાયતનું જેસીબીથી કામ કરાવેલું તેનું 54 હજારનું પેમેન્ટ આપવાનું બાકી છે. તે આપી દો તેમ કહીં તકરાર કરી હતી.

જોકે, બાદમાં તેઓ પોતાના ઘરે ગયાં હતાં. જે બાદ મહેમુદે ફોન કરી તેમને ઘરે બોલાવતાં હમીદ તેની સરપંચ પત્ની રશ્મી તથ બનેવી મકસુદખા તેમના ઘરે જતાં મકસુદ્દીન દિગ્વીજયસિંહ રાણાએ તેમને તમે પંચાયતનું કામ કરાવી પૈસા ન આપી શકતાં હોય તો રાજીનામું આપી દો તેમ કહેતાં મામલો ગરમાતાં તેઓએ હમીદને બે-ત્રણ તમાચા મારી દીધાં હતાં. ઉપરાં ત્યાં હાજર મહેમુદ રાણા, આરીફ રાણા તેમજ મુબીન હનીફ રાણાએ પણ તેમની પર હુમલો કરી પેમેન્ટ નહીં કરો તો મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...