તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનનો બગાડ:ઓક્સિજનની અછત સામે ભરુચની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વેડફાટ જોવા મળ્યો

ભરૂચ11 દિવસ પહેલા
  • હોસ્પિટલ કંપાઉન્ડમાં ટેમ્પોમાં મુકેલ ટેન્કમાંથી ઓક્સિજન લીક થતો વીડિયો વાયરલ થયો

કોરોનાની મહામારી વચ્ચે લોકોને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. અને કેટલાય લોકો ઓક્સિજન માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે ભરુચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વેડફાટ જોવા મળ્યો હતો. જેમાં હોસ્પિટલ કંપાઉન્ડમાં ટેમ્પોમાં મુકેલ ટેન્કમાંથી ઓક્સિજન લીક થતો વીડિયો વાયરલ થયો છે.

કેટલોય ઓક્સિજન વેડફાઇ ચૂક્યો હતો

ભરુચ સિવિલ હોસ્પિટલમાં ટેમ્પોમાં મુકેલ ટેન્કમાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો. ઘણા સમય સુધી આ લીકેજ ચાલુ રહ્યું હતું. અંતે આ અંગે ટેક્નિશિયનોને જાણ કરાતા તેઓએ સ્થળ ઉપર દોડી આવી લીકેજ બંધ કર્યું હતું. જો કે ત્યાં સુધી કેટલોય ઓક્સિજન વેડફાઇ ચૂક્યો હતો. આ અંગેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. ત્યારે તંત્ર હાલની કટોકટીની સ્થિતિમાં આવા નાના નાના બનાવો ઉપર પણ જો ધ્યાન કેન્દ્રિત કરી આવા બનાવો અટકાવી શકે તો કેટલાય લોકોને આ ઓક્સિજન કામ લાગી શકશે. અને તેઓના જીવ બચી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો