તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ઝઘડિયાની કંપની દ્વારા સિવિલમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અર્પણ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહકાર મંત્રી ઈશ્વરસિંહના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઝગડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ લી. દ્વારા 10nm3ની કેપેસિટીના ચાર ઓક્સિજન જનરેટર પ્લાન્ટ્સ મૂકવામાં આવ્યા છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ડીડીઓ યોગેશ ચૌધરી તથા ડીસીએમ શ્રીરામ લી.ના પ્રમુખ બી.એમ.પટેલ હાજર રહ્યા હતા.

લોકાર્પણ સમયે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા આ પ્લાન્ટ આપવાનું જે સમાજોપયોગી કામ થયું છે તે ખરેખર પ્રસંશનીય છે. દર્દીઓના જીવન બચાવવાંમાં ખુબ જ મદદરૂપ થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળમાં કંપનીએ ઘણા બધા કામો કાર્ય છે. કંપની શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ ઘણું કાર્ય કરી રહી છે જે સરાહનીય છે.

જિલ્લામાં 1.25 કરોડના ખર્ચે કંપની દ્વારા અંકલેશ્વર ખાતે 2 અને ભરૂચ ખાતે 4 ઓક્સિજન જનરેટર આપ્યા છે તેની જાણકારી જિલ્લા કલેક્ટર ડો. એમડી મોડિયાએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...