તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ઓવૈસીનું ભરૂચની મનુબર ચોકડીએ આજે મહાસંમેલન

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને પ્રથમ સભા યોજશે
 • બીટીપી-AIMIMનું ગઠબંધન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગરમાશે

ભરૂચની મનુબર ચોકડી ખાતે રવિવારે સવારે 10 કલાકે બીટીપીના છોટુ વસાવા -AIMIM ના ઓવૈસીના ગઠબંધનનું ગુજરાતમાં પ્રથમ મહાસંમેલન યોજાશે. શનિવારે સાંજે ઔવેસી સૂરત ખાતે પહોંચ્યા બાદ રવિવારે સવારે ભરૂચ પહોંચશે. અને મહાસંમેલનને સંબોધન કર્યાં બાદ તે અમદાવાદ ખાતે કાંકરિયા ખાતે કાર્યક્રમ આપશે. જ્યાંથી તે હૈદરાબાદ રવાના થશે. ભરૂચમાં યોજાનારા મહાસંમેલનને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આ ટર્મની ચૂંટણી અસમંજસ ભરી રહે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. ભાજપ-કોંગ્રેસથી નારાજ બીટીપીના છોટુ વસાવાએ AIMIM ના ઓવૈસી સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે રવિવારે સવારે ભરૂચ શહેરની મનુબર ચોકડી પાસે આવેલાં ગ્રાઉન્ડ ખાતે AIMIM ના ઓવૈસી ગુજરાતની પહેલી સભાને સંબોધશે. ઓવૈસીના ગુજરાતમાં અને તેમાંય ભરૂચમા આગમનને લઇને કડકડતી ઠંડીમાં રાજકિય ગરમાવો આવ્યો છે.

AIMIM ના ઓવૈસી અને બીટીપીના છોટુ વસાવા એકમંચ પર આવી દલીત-મુસ્લિમ ભાઇ-ભાઇની થિયરી સાથે ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ભાજપ પર પ્રહાર અને કોંગ્રેસ પર કટાક્ષ ભર્યા નિવેદનો થાય તેવી શક્યતાઓ લોકો વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે ઓવૈસી આવતીકાલે રવિવારે કેવા પ્રકારનું ભાષણ આપે છે તેના તરફ લોકોની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો