ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરીયોજના આગળ વધી રહી છે. બે દિવસ પેહલા જ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત NHSRCLની સાઇટની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની 31 મે 2022 સુધીની પૂર્ણ થયેલી કામગીરીની માહિતી પ્રદાન કરી હતી. ત્યારે બુલેટ ટ્રેનના ભરૂચ સ્ટેશનનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ પામનારૂ આ સ્ટેશન સુજની અને હસ્તકલાના બેનમૂન કારીગરોની ઝાંખી કરાવશે.
રેલવે સ્ટેશનની ડિઝાઇન અને ફર્સ્ટ લુક NHSRCL એ જારી કર્યા
ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 સ્ટેશન અને 2 ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે. સાબરમતી, અમદાવાદ, નડિયાદ/આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપીમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને ડેપોનું નિર્માણ થઈ રહ્યુ છે. લગભગ એક બાદ એક તમામ હાઇસ્પીડ રેલવે સ્ટેશનની ડિઝાઇન અને ફર્સ્ટ લુક NHSRCL એ જારી કરી દીધા છે. હવે અંતમાં રહેલા ભારત દેશની સૌથી પ્રાચીન બીજી નગરી ભરૂચનો બુલેટ ટ્રેન સ્ટેશનનો ફર્સ્ટ લુક જાહેર કરાયો છે. ભરૂચ 2800 વર્ષ કાશી બાદની દેશની સૌથી જૂની નગરી છે. સદીઓ જૂનું દેશ અને દુનિયાનું વ્યાપારિક બંદર અને હાલની ઔદ્યોગિક નગરી છે.
દુનિયામાં ભરૂચની હસ્તકલા બાંધણી અને સુજનીની જગવિખ્યાત
ભરૂચનું દહેગામ ખાતે આકાર લેનાર બુલેટ ટ્રેનનું સ્ટેશન ઔદ્યોગિક, પ્રાચીન નગરી કે વેપારી બંદરની તર્જ ઉપર ડિઝાઇન કરાયું નથી. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન એ કલાના કસબીઓ કારીગરોને શ્રદ્ધાંજલિ છે. જેમણે પોતાની અમૃત કળાથી દેશ અને દુનિયામાં ભરૂચની હસ્તકલા બાંધણી અને સુજનીની જગવિખ્યાત કરી છે.
એક સમયના કોટન કિંગ ભરૂચનું રૂપિયા 65.50 કરોડનું 75, 743 ચોરસ મિટરમાં નિર્માણ પામનારૂ હાઈ સ્પીડ સ્ટેશનનો આગળનો ભાગનો દેખાવ સુજની, બાંધણીની હસ્તકલાને ઉજાગર કરનાર છે. ભરૂચમાં સિલ્વર બ્રિજ બાદ 90 વર્ષે ગુડ્ઝ ટ્રેન માટેનો DFC અને બુલેટ ટ્રેન માટેના 2 મેજર રેલવે બ્રિજ નિર્માણ થઈ રહ્યા છે. ભરૂચનું બુલેટ સ્ટેશન દેશ અને દુનિયામાંથી આવતા હાઇ સ્પીડ પ્રવાસીઓ અને સ્થાનિક જિલ્લાવાસીઓને કોટન કિંગ ભરૂચ અને તેંના હાથ વણાટના કારીગરોની બેનમૂન કલાને પ્રદર્શિત કરતું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.