તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પકડાયો:ઝઘડીયામાં ખેતરમાં સંતાડ્યો હતો દારૂનો જથ્થો, પોલીસે 15 લાખથી વધુનો મદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બુટલેગર નયન પટેલને વોન્ટેડ જાહેર કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા જ બુટલેગરો બેફામ બન્યા હોય તેમ ઝઘડીયાના મુલદ ગામની સીમમાંથી પોલીસે 3 હજારથી વધુ નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી છે. બુટલેગરે ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન બુટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડીયા તાલુકાનાં ઊચેડિયા ગામમાં રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે નવીન ડોન માછી પટેલે મુલદ ગામની સીમમાં જુવારના ખેતરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ઝઘડીયા પોલીસ મથકના પી.એસ.આઈ.ડી.આર.વસાવાએ સ્ટાફ સાથે બાતમી વાળી જ્ગ્યા પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 3024 નંગ બોટલ મળી કુલ 15.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે બુટલેગર નયન માછી પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો