વિરોધ:આઉટ સોર્સિંગના કર્મીઓએ સિવિલ સંકુલમાં ભીખ માગી વિરોધ નોંધાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની કામીરી પુર્ણ થયાં બાદ છુટકા કરતાં રોષ

ભરૂચ જિલ્લાના 84 આઉટ સોસિંગ કોરોના વોરિયર્સને છૂટા કરી દેવાતા મંગળવારે કલેકટર કચેરી બાદ આજે બુધવારે સિવિલ સંકુલમાં ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ સિવિલના કોરોના વોરિયર્સ એ બુધવારે ગાંધીગીરી કરી હતી. નોકરીમાંથી છુટા કરાતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ભીખ માગી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.સરકારની બેવડી નીતિ ઉજાગર કરવા આ કાર્યક્રમ પાઠવ્યો હતો. સાથે જ જ્યાં સુધી નોકરીપરત નહી મળે ત્યા સુધી ગાંધીગીરી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. દસ વર્ષથી નોકરી કરતા હોવા છતાં રાતો રાત છુટા કરાતા તેઓ પોતાની લડત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...