તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભરૂચમાં કતોપોરથી ફુરજા સુધીના રસ્તાની ધીમી કામગારી સામે રોષ, મુખ્ય અધિકારીને રજૂઆત

ભરૂચ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના સભ્યોએ કામગીરીને ઝડપી બનાવવા રજૂઆત કરી

ભરૂચ શહેરમાં કતોપોરથી ફુરજા સુધીના વિસ્તારમાં 3 કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલાં રસ્તાની ધીમી કામગીરી અંગે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે.

ભરૂચ શહેરના કતોપોર બજારથી ફુરજા સુધીનો રસ્તો બિસ્માર હોવાના કારણે હજારો લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે. ખાસ કરીને ચોમાસામાં આખા ભરૂચ શહેરનું પાણી આ વિસ્તારમાંથી પસાર થઇ નર્મદા નદીમાં ભળતું હોય છે. આ ઉપરાંત અહીં ગટરો પણ ખુલ્લી હોવાથી લોકો તથા વાહનો ગટરોમાં ખાબકવાના બનાવો બનતાં રહે છે. આ સમસ્યાઓના નિવારણ માટે વારંવારની રજૂઆત બાદ પાલિકા સત્તાધીશોએ કતોપોરથી ફુરજા સુધી રસ્તા તથા ગટર લાઇનના કામ માટે 3 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

હાલ રસ્તો અને ગટર બનાવવામાં આવી રહ્યાં છે પણ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. રસ્તાની કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીને રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ રસ્તા માટે ભૂતકાળમાં 36 કલાકના ધરણા પણ કર્યા હતા પણ પરિણામ શૂન્ય રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો