બેઠક:નર્મદા નદીના પટમાં હિન્દુ સમાજના બાળકોના સ્મશાનમાં રિવરફ્રન્ટની કામગીરીથી આક્રોશ

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી અટકાવી આ જમીન છોડી દેવા સ્થાનિક આગેવાનોની બેઠક યોજાઇ
  • આગામી દિવસોમાં આવેદનપત્ર આપી સરકારને જાણ કરવાની રણનીતિ તૈયાર કરાઈ

વેજલપુરમાં નર્મદા નદીના પટમાં આવેલા હિન્દુ સમાજના બાળકોની સ્મશાન ભૂમિ પર રિવરફ્રન્ટ અને રોડના કામથી આ વિસ્તાર અને આસપાસના હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે.જેથી આ કામગીરી અંગે રવિવારના રોજ જય અંબેમાતા વિદ્યાલય ખાતે વેજલપુર અને ભરૂચ શહેરના આગેવાનોની ઉપસ્થિતમાં એક બેઠકનું આયોજન કરાયું હતું.આ બેઠકમાં હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિ પર થતું અટકાવીને આ સ્મશાન ભૂમિની જમીન છોડી દેવામાં આવે અને આ જમીનને કાયદેસરની હિન્દુ સમાજના બાળકોની સ્મશાન ભૂમિ તરીકે ફાળવણી કરવામાં આવે તેવી આગેવાનો અને લોકો તરફથી રજૂઆતો કરાઈ હતી.

આ સ્મશાન ભૂમિ સિવાય બીજી કોઈ જગા નહિ હોવાથી હિન્દુ સમાજના લોકો તરફથી સરકારને લેખિતમાં રજુઆતો કરવી ખુબજ જરૂરી હોવાની, તે માટેની તારીખ નક્કી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરીને જે તે દિવસે ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને સરકારને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ મીટીંગમાં એડવોકેટ: કમલેશ એસ. મઢીવાલા, એડવોકેટ: નવીન હાંસોટી, નિવૃત્ત મામલતદાર મોહન મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા વોર્ડ નં. 1 ના કાઉન્સિલર : હમેન્દ્ર કોઠીવાલા તથા એ.એચ.પી.ના આગેવાન સેજલ દેસાઈ તરફથી મિટિંગના વિષય પર પોતાની રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...