તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભરૂચના 33 ગામોના ખેડૂતોને 7.5 વર્ષના 12 ટકા વ્યાજ વિના જ વળતર ચૂકવી દેતા રોષ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુપ્રિમ-હાઇકોર્ટના જજમેન્ટનો અનાદર કરીને ખાસ જમીન સંપાદન અધિકારીએ ચૂંકવણુ કર્યુઃ વકીલ
 • એક્સપ્રેસ હાઇવે માટે સપ્ટેમ્બર 2013માં ભરૂચના 33 જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરાઇ હતી

ભરૂચ જિલ્લાના ખેડૂતોને જમીન સંપાદન બાબતે વળતરમાંં ચુકવણાની અનિયમિતતા અને અસમાનતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ભરૂચના ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના 33 જેટલા ગામોના ખેડૂતોને વળતરની કેટલીક રકમ 2017માં ચુકવી હતી જ્યારે બાકીની રકમને સપ્ટેમ્બર 2013થી માર્ચ 2021 દરમિયાનના 7.5 વર્ષના 12 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો. જેમ છતાં કોટના નિર્યણની અવગણના કરીને માર્ચના ત્રીજા અઠવાડિયામાં ખેડૂતોના એકાઉન્ટમાં વ્યાજ વિના માત્ર વળતરની રકમ ચુકવી દેવાઇ છે.

વહિવટી તંત્રની આ કામગીરીથી ખેડૂતોને વ્યાજના નાણાં 7.5 વર્ષ બાદ પણ ન ચુકવતા આક્રોશ વધી રહ્યો છે.એક્સપ્રેસ હાઇવે માટે સપ્ટેમ્બર 2013માં ભરૂચના 33 ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરાઇ હતી. પરંતુ ખેડૂતોને અયોગ્ય અને અસમાન વળતર ચુકવાતા ખેડૂતોએ જમીન ગુમાવવી પડી અને કોર્ટના ધક્કા માટે આર્થિક સંકટ પણ વેઠવુ પડ્યુ છે. જોકે સરકારે અમુક રકમ ખેડૂતોને ચુકવી છે પરંતુ બાકીની રકમ 12 ટકા વ્યાજ સાથે ચુકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે.

ગાંધીનગરમાં વ્યાજ સાથે વળતર તો ભરૂચમાં કેમ નહીં?
આ જ પ્રોજેક્ટમાં ગાંધીનગરના ખેડૂતોને વ્યાજ સાથે વળતર ચુકવાય છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં કેસ જીત્યા પછી પણ માત્ર વળતર ચુકવાયું છે. ખેડૂતોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને વળતર ચૂકવી દીધુ. તે પૈકીના 28ના મૃત્યુ થયા છે. કોર્ટના આદેશનો અનાદર કરતા ખેડૂતોએ બાંયો ચઢાવી છે. ભરૂચના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સંપાદન ધારા 2013 મુજબ બાકીના વળતરના 12 ટકા વ્યાજ સાથે 100 ટકા સોલેસીયમ ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. છતાં ભરૂચના ખેડૂતો સાથે અન્યાય થયો છે.> આનંદ યાજ્ઞિક, એડ્વોકેટ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો