ભરૂચ:મક્તમપુર ગામમાં દેશી દારૂના ધંધાથી લોકોમાં આક્રોશ, મહિલાઓ રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ

ભરૂચ3 વર્ષ પહેલા
  • મક્તમપુર ગામમાં દેશી દારૂની ધમધમતી ભટ્ઠીઓને લઇને સ્થાનિક મહિલાઓમાં રોષ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભરૂચમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે. ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવલા મક્તમપુર ગામમાં દારૂના ધંધાથી સ્થાનિક મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મક્તમપુર ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિર પાસે રહેતી સ્થાનિક મહિલાઓ દારૂના ધંધા બંધ કરાવવા માટે સી ડિવિઝન પોલીસ પહોંચી ગઇ હતી અને મક્તમપુર ગામમાં ચાલતા દારૂના ધંધાઓ બંધ કરવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...