તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:કચ્છમાં બે યુવકોના કસ્ટોડિયલ ડેથ મામલે ગઢવી સમાજમાં રોષ

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી

ભરૂચ જિલ્લા આઈ શ્રી સોનલકૃપા ચારણ-ગઢવી સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, કચ્છ જિલ્લાના સમાઘોઘા ગામના ચારણ ગઢવી સમાજના ત્રણ યુવાનો અરજણ ગઢવી, હર જોગ ગઢવી અને મેધરાજ ગઢવીને મુંદ્રા પોલીસે ગેરકાયદેસર અટકાયત કરી હતી.જયારે બીજા ચારણ - ગઢવી યુવાન કરજોગ ગઢવીને ગંભીર શારીરીક ઇજાઓ કરતાં તેણે 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે અંતિમ ધ્વાસ લીધા હતા.

સમાઘોઘા ગામના ચારણ - ગઢવી સમાજના બે યુવાનોના પોલીસના મારથી મોત નિપજાવી માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ સખા શબ્દોમાં વખોડી કાઢે છે.આ કેસના યુવકોના મોતના મુખ્ય હત્યારાઓ હજુ ઝડપાયા નથી ત્યારે હત્યારાઓની સત્વરે ધરપકડ થાય અને જવાબદાર દોષિતોને કડકમાં કડક સજા મળે તથા પીડીત પરીવારને સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેમજ તેઓના પરીવારને પુરેપુરો ન્યાય મળે તેવી અમારા ચારણ ગઢવી સમાજ ભરૂચની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો