તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભરૂચમાં કતોપોરમાં ચાલતી રવિવારી બંધ કરાવતા નાના વેપારીઓમાં રોષ

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેપારીઓએ ભરૂચ નગરપાલિકા કચેરીની બહાર જ પથારા પાથરી રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો

ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં કોરોના પોઝિટીવ દર્દીઓના કેસોમાં ઘટાડો થઈ ગયો છે.જોવા જઈએ તો અમુક વખત જિલ્લામાં એક પણ કોરોનો કેસ નહીં નોંધાયો હોવાનું સામે આવ્યું છે.ત્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગ સહીત તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.સરકારે પણ કોરોનાની ગાઈડ લાઈનમાં છૂટછાટ આપી છે. ત્યારે ભરુચ શહેરમાં વર્ષોથી કતોપોર બજાર ખાતે દર રવિવાર રવિવારી બજાર ભરાય છે.જેમાં શહેર જિલ્લા સહીતના આસપાસના ઘણા લોકો ધંધા અર્થે આવતા હોય છે.જેમાં ઓછા ભાવે વસ્તુઓ મળતી હોવાથી મોટી સાંખ્યમાં ગામડાઓમાંથી લોકો ખરીદી માટે આવે છે.

જોકે રવિવારના ભરૂચ શહેરના કતોપોર બજારમાં રવિવારી બજાર ભરાયું હતું.ત્યારે પોલીસે કોરોના મહામારીનું કારણે ધરીને બજાર બંધ કરાવતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે માર્કેટ બંધ કરાવતા ત્યાં હાજર દરેક વેપારીઓ ભરૂચ પાલિકા કાચેરી પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

જોકે આજે રવિવાર હોવાના કારણે કોઈ અધિકારી હાજર નહીં હોવાથી વેપારીઓએ રસ્તો રોકવાની કોશિષ કરતા એ ડિવિઝન પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવીને વેપારીઓને સાઈડ ઉપર ખસેડ્યા હતા.જોકે ત્યાં હાજર વેપારીઓએ જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીને તેમના કાર્યક્રમો કરવા છૂટ મળતી હોય તો ગરીબોને ધંધા રોજગાર માટે કેમ નહીં અમને ધંધો કરવા છૂટ નહીં મળે ત્યાં સુધી પાલિકા કચેરી નહીં છોડવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો