તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોમાં રોષ:સ્વસ્તિક સોસાયટીમાં ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકોમાં રોષ

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • COને લેખિતમાં સ્વચ્છતા જાળવવા રજુઆત

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં જેબી મોદી પાર્ક તરફ જવાના માર્ગ ઉપર આવેલી સ્વસ્તિક સોસાયટી પાસે ઉભરાતી ગટરો, ગંદકી અને મચ્છરોના ત્રાસથી ભારે ત્રાસ અનુભવી રહ્યા છે. સદર મામલે સ્થાનિક રહીશે પાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં અરજી આપીને આ વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે રજુઆત કરી છે.

શહેરના શક્તિનાથ નગર આવેલા સ્વસ્તિક સોસાયટી પાસે ઘણા લોકોએ ગેરકાયદેસર ગટરોના જોડાણો કર્યા છે.જે ગટરો રોજ ઉભરાય જવાથી આરસીસીના માર્ગ ઉપર ગટરના પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે.જેના કારણે અહીંયાથી પસાર થતા પુષ્કળ દુર્ગંધ અને ગંદકી તેમજ મચ્છરોના ઉપદ્રવના કારણે અહીંયાના લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે.

અહીંયા જાહેરમાં નાના બાળકો પણ રમતા હોય તેમને અને અન્ય લોકોને રોગચાળો ફેલાય જાય તેવો ભય રહેલો છે.અનેક વખત રજૂઆતો કરી અધિકારીઓ આવીને જોઈ જાય છે અને બે ત્રણ દિવસ સારું રહે છે અને ફરી પછી એવી જ ગંદકી ઉભી થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો