તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:ભરૂચના વોર્ડ નં.10માં પાણીની કિલ્લતથી સ્થાનિકોમાં આક્રોશ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ અને મુસ્લિમ ચુનારવાડમાં દર વર્ષે ઉદભવતી પાણીની સમસ્યા

ભરૂચ નગરપાલિકાના હિન્દુ અને મુસ્લિમ ચુનારવાડમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ દર વર્ષે ઉનાળામાં ઉદભવતી પાણીની સમસ્યા માટે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી છે છતાં પાણી ન આવતા લોકો પાલિકા સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે.

રમઝાન મહિનામાં પણ મુસ્લિમ ચુનારવાડમાં પાણી ન મળતા લોકોમાં રોષ છે.બુધવારે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં વોર્ડ નં 10 ના નગરસેવક યુસફ મલેક અને ચુનારવાડના રહીશો સાથે વોટર વર્કસ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજુઆત કરી હતી.જોકે ચેરમને તેમની રજૂઆત સાંભળી પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપેલી છે.

અન્ય સમાચારો પણ છે...