તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કોરોનાની સારવાર માટે તમામ તબીબને આંશિક છૂટ સામે રોષ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર્સ પઠાણી ઉઘરાણી કરી રહ્યાનો ભાજપના સભ્યોનો આક્ષેપ
  • રૂપિયાની માંગણી કરે તો કલેક્ટરને ફરિયાદ કરો: ભાજપ મહામંત્રી

કોરોનાનો કહેર વધતાં જ સરકારે તમામ ડોક્ટર્સને કોરોનાની સારવાર કરવાની આંશિક છુટ આપી હતી. જોકે તેના કારણે રાજ્યના ટાઉન્સમાં નાના દવાખાનાઓમાં પણ દર્દીઓ સામાન્ય સારવાર લઇ રહ્યા છે જોકે ડોકટર્સ દ્વારા દર્દીઓ પાસે કોરોનાની સારવાર કરવા બદલ મસમોટા બીલ બનાવી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ નેત્રંગ ટાઉનમાં ઉઠી હતી.

આ સંદર્ભે નેત્રંગના ડોક્ટર્સ અને સત્તા પાર્ટી ભાજપના હોદ્દેદારો આમને સામને આવી ગયા છે. ડોક્ટર્સે આક્ષેપો કર્યા હતા કે, તમે કોરોનામાં બહુ કમાયા છો તેમ કહી કેટલાક લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. નવા નિમાયેલી બોડીના સભ્યોને કાર, મોબાઇલ સહિતના ગિફ્ટ આપવા માટે ભંડોળ ભેગુ કરવા ઉઘરાણી કરાતી હોવાનું ચર્ચાય રહ્યુ છે.

ડોક્ટરો આદિવાસી પ્રજાને લૂંટી રહ્યાં છે
નેત્રંગ ભાજપના મહમંત્રી હાર્દિક વાંસદિયાએ જણાવ્યુ કે, ડોક્ટર્સ દર્દીઓને લૂંટી રહ્યા છે. ટુંક સમયમાં સંગઠન તેમની સાથે બેઠક યોજશે. પઠાણી ઉઘરાણીની વાત ખોટી છે. જોકે કોઇએ આમ કર્યુ હોય તો તેમના વિરૂદ્ધ કલેક્ટરને ફરિયાદ કરી શકે છે. આદિવાસી પ્રજાને લૂંટાતા બચાવવી અમારી ફરજ છે. ઉલ્લેખનિય છે કે, ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા ગરીબ લોકો મોટી હોસ્પિટલોમાં સારવાર મેળવવા અસક્ષમ હોવાથી નાના દવાખાનાના સહારે આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...