કાર્યવાહી:જિલ્લાના 1693 પરવાનેદારો પૈકી હજી 349 હથિયાર જમા ન કરાવ્યાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસતંત્રની હથિયારધારકો સામે કાર્યવાહી

વિધાનસભાની ચૂંટણીમાં લાઇસન્સવાળા હથિયારોનો દુરઉપયોગ અટકાવવા પરવાનેદારો પાસેથી તેમના હથિયારો જમા લેવાની ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં 1344 હથિયારો જમા લેવામાં આવ્યાં છે. જ્યાર હજી 349 પરવાનેદારોએ તેમના હથિયાર જમા કરાવ્યાં નથી.

ભરૂચ જિલ્લાને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પ્રયત્નશીલ બન્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે પોલીસ અને વહીવટી સત્તાધીશો સાવચેતી અને સલામતીના પુરતાં પગલાં ભરી રહયાં છે.

ભરૂચ જિલ્લાના 25 પોલીસ મથકોમાં 1693 હથિયાર ધરાવતાં પરવાનેદારો નોંધાયેલાં છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયાં બાદ પરવાનાવાળા હથિયારો કબજે લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લામાં અત્યાર સુધીમાં 1344 પરવાનેદારોએ તેમના હથિયારો નજીકના પોલીસ મથકોમાં જમા કરાવી દીધાં છે.

જયારે બાકી રહેલાં 349 હથિયારો જમા કરવા માટે કામગીરી ચાલી રહી છે. જિલ્લામાંથી લાઇસન્સ ધારકો પાસેથી કબજે લેવાયેલા હથિયારોને સંલગ્ન પોલીસ મથકોના સરકારી શસ્ત્રાગારમાં રાખવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં તેમને લાઇસન્સ ધારકોને પરત કરાશે. રાજયમાં ખેતી તથા અન્ય હેતુઓ માટે લોકોને હથિયાર ધારણ કરવાના લાયસન્સ આપવામાં આવતાં હોય છે. રાતના સમયે ખેતરોમાં પાણી વાળવા કે અન્ય કામગીરી માટે જતાં ખેડુતોને હથિયારની જરૂર પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...