તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Order To TPEO To Verify CCC Certificate Of Primary Teachers Of Bharuch District, CCC Certificate Mandatory For High Paid Beneficiaries After 9, 20 And 31 Years Of Duty

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ભરૂચ જિલ્લાના પ્રા.શિક્ષકોના CCC પ્રમાણપત્ર ચકાસવા TPEOને આદેશ, ફરજના 9, 20 અને 31 વર્ષ બાદ ઉચ્ચ પગારના લાભાર્થીઓ માટે CCCના સર્ટિ ફરજિયાત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉચ્ચ પગાર ધોરણનો લાભ મેળવવાની લાલસામાં ફેક સીસીસીના સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. 9,20 અને 31 વર્ષ પૂર્ણ કર્યા બાદ પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પગાર મળે છે. ભરૂચ તાલુકાના 8 શિક્ષકોએ ખોટા પ્રમાણ પત્રો રજૂકરીને ઉચ્ચ પગાર મેળવ્યો હતો. જેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે 3 વર્ષ અગાઉ હુકમ કર્યો છતાં 16 લાખથી વધુની રિકવરી કરાઇ ન હતી.ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલને પગલે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને 9,20અને 31ના લાભાર્થીઓના સીસીસીના પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે આદેશ આપ્યા છે.

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી પટેલે જણાવ્યુ હતુ કે, સીસીસીના સર્ટિફિકેટની તપાસની કામગીરી તાલુકા કક્ષાએ કરવા માટે સૂચનાઓ આપી છે. સીસીસીના પ્રમાણપત્રો એકઠા કરીને જેતે સંસ્થામાં ખરાઇ માટે મોકલવા પડશે તો જ પ્રમાણપત્રોની સત્યતા જાણ થશે. આ લાંબી પ્રોસેશ છે. પણ કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દીધા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચપગાર ધોરણનો લાભ લેવા માટે સીસીના માન્ય સંસ્થાએથી પાસ કરવું ફરજિયાત કર્યુ હતુ. જોકે કેટલાક શિક્ષકોએ ગેરરીતિ કરીને ફેક સર્ટીઓ રજૂ કર્યા હતા. જોકે આવા શિક્ષકોની ઓળખ થઇ ગઇ હોવા છતા તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser