તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું વધતું સંક્રમણ:કોરોનાની સ્થિતિના કારણે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના બાગ બગીચાઓ બંધ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.આઈ.ડી.સી. તળાવ તથા શાક માર્કેટ પણ બંધ કરાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં નોટીફાઈડ એરિયા દ્વારા જી.આઈ.ડી.સી.ના બાગ બગીચાઓ તેમજ શાક માર્કેટ બંધ કરવામાં આવ્યા છે.

ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. રોજેરોજ કેટલાય લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જેને લઇને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વિવિધ પાર્ક, જોગીંગ ટ્રેક, જી.આઈ.ડી.સી. તળાવ, શાક માર્કેટ બંધ કરવામાં આવ્યા છે.

નોટીફાઈડ એરિયા દ્વારા જોગર્સ પાર્ક, સુવર્ણ જયંતિ ઉધ્યાન, કમલમ ગાર્ડન, જીઆઇડીસી તળાવ, ચિલ્ડ્રન'સ પાર્ક, વેજીટેબલ માર્કેટ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આગામી સુચના ન મળે ત્યાં સુધી સામાન્ય જનતા માટે આ તમામ પ્રકલ્પો બંધ રહેશે. લોકોને પણ સુચના આપવામાં આવી છે કે કોરોનાથી બચવા સુરક્ષિત રહો અને માસ્ક તેમજ સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરતા રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો