તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા:ભરૂચ નગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા ઓમકારનાથ ઠાકુર હોલમાં યોજાય તેવી વિપક્ષની માંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના પગલે હોલમાં સામાન્ય સભા યોજવા માંગ

ભરૂચ નગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા તા 31/3ના રોજ યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ આ સભા નગરપાલિકા હોલમાં નહીં પરંતુ ઓમકારનાથ ઠાકુર હોલમાં યોજવા માંગ કરી છે.

ભરૂચ નગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા તા 31/3ના રોજ નગરપાલિકાના સભાખડમાં યોજાનાર છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય હેમેન્દ્ર કોઠીવાળાએ સામાન્ય સભા નગરપાલિકાના સભાખડમાં નહીં, પરંતુ ઓમકાર નાથ ઠાકુર હોલમાં યોજવાનગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને મુખ્ય અધિકારી સંજય સૌનીનેં લેખિતમાં અરજી આપી માંગ કરી છે.

અરજીમાં નગરપાલિકાના વિપક્ષના સભ્ય હેમેદ્ર કોઠીવાલાએ જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ બજેટ મીટીંગમાં 44 સભ્યો ઉપરાંત નગર પાલિકાના કર્મચારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહેનાર હોય નગર પાલિકાના સભાખડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બનશે તેથી બજેટની સામાન્ય સભા ઓમકાર નાથ હોલમાં યોજવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો