કામગીરીમાં વિલંબ:ભરૂચ શહેરમાં પ્રિ-મોન્સૂનની કામગીરી મોડી અને ઢીલી થઈ રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી વિલંબ પાછળ શાસકો, અધિકારી કે કોન્ટ્રકટર જવાબદાર કોણઃ વિપક્ષી નેતા
  • 4 પોકલેન, 6 જેસીબી અને 7 ગાડી મૂકી, સમયસર કામગીરી પુરી થશેઃ પાલિકા પ્રમુખ

ભરૂચ શહેરમાં દર વર્ષે માર્ચના અંત બાદ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ છે. જોકે, વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે આ વખતે પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી મોડી અને ઢીલી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી છે. તેમજ કાંસ અને તળાવોની સફાઈમાં માત્ર એક પોકલેન અને 2 જેસીબી જ કામે લગાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. બીજી તરફ માર્ગોનું પેચવર્ક પણ ન થયું હોય આના માટે શાસકો, અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠાવ્યો છે.

પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરના 27 કાંસ, 5 તળાવની કામગીરી આ વખતે 4 પોકલેન, 6 જેસીબી અને 7 ગાડીઓ લગાવી કરાઈ રહી છે. જે નિયત સમયમાં પૂર્ણ થઈ જશે. શહેરના મુખ્ય માર્ગો અને વોર્ડના આંતરિક રસ્તાના પેચવર્ક ક્વોરી એસોસિયેશનની રાજ્ય વ્યાપી હડતાળ હાલમાં જ સમેટાઈ હોય હવે કામગીરી શરૂ કરી દેવાશે. વધુમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી હોય વિપક્ષ કોંગ્રેસ ખોટી રીતે ખોટા મુદા ઉભા કરી શાસક પક્ષ ભાજપને નીચું બતાવવાનો પ્રયત્ન કરી રહી હોવાની કેફિયત વ્યક્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...