• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • With The Onset Of The Monsoon, The Highways Became Desolate; The Operation Of The Highway Authority Is Questionable As Vehicles Are Stuck In Traffic Jams For 15 Km

અંકલેશ્વર નજીક ટ્રાફિકજામ:ચોમાસુ શરુ થતા હાઇવે બિસ્માર બન્યા; 15 કી.મી.સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદલ ટોલ પ્લાઝથી ખરોડ ચોકડી સુધી વાહનોના પૈડા થંભી ગયા

ચોમાસાની સીઝન શરુ થતા અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ફરી બિસ્માર બનતાની સાથે જ વાહનોની 15 કીમીથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાના વાહનો લઈને ચક્કાજામમાં ફસાયા છે. દરેક ચોમાસામાં આ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવતી હોય છે. તેવામાં લોકો માંગણી કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિક મામલે યોગ્ય પગલા ભરે.

રસ્તા પર વિવિધ ટ્રકો સાથે પેસેન્જર ગાડીઓ પણ કતારમાં ઉભેલી જોવા મળી રહી છે
રસ્તા પર વિવિધ ટ્રકો સાથે પેસેન્જર ગાડીઓ પણ કતારમાં ઉભેલી જોવા મળી રહી છે

માર્ગોનું ધોવાણ થતા બિસ્માર બન્યાં
ભરૂચ જિલ્લાના અત્યંત વ્યસ્ત માર્ગોનું દર ચોમાસાની સીઝનમાં ધોવાણ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે ચોમાસુ શરુ થતા જ માર્ગોનું ધોવાણ થઇ રહ્યું છે. જેને પગલે માર્ગનો બિસ્માર બનતા જ વાહન ચાલકો હેરાન પરેશાન બનાવ્યા છે અંકલેશ્વર-ભરૂચ અને અંકલેશ્વરથી ખરોડ ચોકડી સુધી નેશનલ હાઇવે બિસ્માર બન્યો છે જેને પગલે દિનપ્રતિદિન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુલદ ટોલ પ્લાઝાથી ખરોડ ચોકડી સુધી 15 કિમિ સુધી વાહનોના પૈંડા થંભી જતા વાહન ચાલકોને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર હાઈવેની મરામત છતાં ચોમાસાની સીઝનમાં જ હાઇવે બિસ્માર બનતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટી યોગ્ય રીતે કામગીરી કરાવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...