ઇકો-ફ્રેન્ડલી બૂથ:ભરૂચ જિલ્લાના 5 મતદાન મથકો પર માત્ર કાગળનો ઉપયોગ કરાશે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરેક વિધાનસભા દીઠ એક ઇકો ફ્રેન્ડલી બૂથ ઉભું કરાશે

ભરૂચ જિલ્લાના પાંચ મતદાર વિભાગમાં કુલ 5 મતદાન મથકો ઇકો-ફ્રેન્ડલી બૂથ તરીકે કાર્યરત થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન પર્વના અવસર પ્રસંગે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 5 મતદાન ઇકો-ફ્રેન્ડલી બૂથ ઊભું કરાશે.

જંબુસર ખાતે બુથ નં. 93 ખાતે કરમાડ પ્રાઈમરી સ્કૂલ કરમાડ, વાગરા ખાતે બુથ નં. 224 લુવારાં પ્રાઈમરી સ્કુલ લુવારા, ઝગડીયા ખાતે બુથ નં.248 - ઝરણા- 2 પ્રાઈમરી સ્કૂલ કબીરગામ ફળિયું ઝરણા, ભરૂચ ખાતે બુથ નં.206 નર્મદા નગર- 1 નર્મદા ફર્ટીલાઈઝર સ્કૂલ દક્ષિણ બાજુ તેમજ અંકલેશ્વર ખાતે બુથ નં.211 ભડકોદ્રા-8 સરદાર પટેલ પ્રાઈમરી સ્કૂલ ધો.3 સીનો રૂમ જીઆઈડીસી ઇકો-ફ્રેન્ડલી બૂથ ઊભું કરાશે.

આ બુથ ની વિશેષતા એ રહેશે કે ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવામાં આવે આ સમયે મતદાનની તમામ પ્રક્રિયાઓમાં માત્ર ને માત્ર સામગ્રીમાં કાગળનો ઉપયોગ કરાશે અને પ્લાસ્ટિક થી દૂર રહી ઇક્કો ફ્રેન્ડલી બુથ થી લોક પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ થશે. સામાન્ય રીતે ચુંટણીઓમાં ખુબ મોટા પ્રમાણમાં સ્ટેશનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્લાસ્ટિકના ઉપયોગ ઓછો કરવા પર ભાર મુકાય રહયો છે ત્યારે ભરૂચના ચુંટણી અધિકારીએ પણ નવતર અભિગમ અપનાવ્યો છે. જેથી મતદાન માટે આવતાં મતદારોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશો આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...