તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં-1:પાલિકાના વોર્ડ નંબર -1ની 60 સોસાયટીની સફાઈની જવાબદારી માત્ર 20 કામદારોના શીરે

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર 1માં આવેલી નન્નુમીયાં ઝુપટ્ટીમાં ખુલ્લી કાંસમાં સ્થાનિક રહીશોને પડી જવાથી ભિતી સેવાઇ રહી છે. - Divya Bhaskar
ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર 1માં આવેલી નન્નુમીયાં ઝુપટ્ટીમાં ખુલ્લી કાંસમાં સ્થાનિક રહીશોને પડી જવાથી ભિતી સેવાઇ રહી છે.
  • ભરૂચમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડમાં રોડ-રસ્તા ટીપટોપ, ગટરો હજી ખુલ્લી
  • ખુલ્લી ગટરો સ્લમ વિસ્તારની મોટી સમસ્યા, ચોમાસામાં રસ્તો અને ગટર બંને એક બની જાય છે

ભરૂચ નગર પાલિકાનો વોર્ડ નંબર -1 જેમાં લઘુમતિ સમાજની બહુમતિ જોવા મળે છે. 12 હજાર ઉપરાંત વધુ મતદારોમાંથી માત્ર 3 હજાર હિન્દુ મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ લોકોની કાયમની એક સમસ્યા જે રહી ગઈ છે તે સફાઈ બાબતની છે. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તો ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહનો ફરતા રહે છે. પરંતુ વસાહતોમાં કચરા નિકાલ માટેની સમસ્યા લોકો માટે કાયમી બની ગઈ છે.

માત્ર એટલું જ નહીં પણ આ વોર્ડમાં 50થી 60 સોસાયટીઓનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશ યુસુફ પટેલે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં નગર પાલિકાએ માત્ર 20 સફાઈ કામદારો ફાળવ્યા છે. જે પૈકી દરરોજ 4થી 5 કામદારો આવતા જ નથી. રોજ માત્ર 15 સફાઈ કામદારો આવતા હોય આટલા મોટા વિસ્તારમાં પહોંચી શકતા નથી.

કુલ 12600 મતદારો
પાલિકાના વોર્ડ નંબર -1માં કુલ 12600 મતદારો નોંધાયેલા છે. જેમાં 3000 જેટલાં હિન્દુ મતદારો છે. જ્યારે 9 હજારથી વધુ લઘુમતિ મતદારોનો સમાવેશ થાય છે. આ વોર્ડ વર્ષોથી લઘુમતિ સમાજ અને ખાસ કરીને કોંગ્રેસનો ગઢ રહ્યો છે.

ડોર ટુ ડોરનાં વાહનો નહીં જતાં ગંદકી
મહંમદપુરાના ગેલાની કૂવાથી લઈને કંથારિયા ચોકડી સુધીનો વિસ્તાર વોર્ડ નંબર 1માં આવે છે. જેમાં જિલ્લા પોલીસ હેડક્વાટર્સ અને એસપી કચેરીનો પણ સમાવેશ થાય છે. નન્નું મિંયા દરગાહ, સંતોષી વસાહત, દંતાણીવાસ, એલીફિલ વાવ સહિતના સ્લમ વિસ્તારો પણ આવેલા છે. જેમાં ખુલ્લી ગટરોના કારણે સાફ સફાઈ થતી નથી. ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આવતો ટેમ્પો પણ આ વસાહતોમાં જઈ ન શકતાં ગંદકીનું જોવા મળી રહી છે. જે સમસ્યાનો લોકો હલ માંગી રહ્યા છે.

કઈ કામગીરી અધુરી રહી
ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં બાગ-બગીચાની જગ્યાઓ ખૂબ ઓછી છે. નેજા કારણે વાર તહેવારે લોકોને ફરવા જવા માટે અન્ય સ્થળોએ જવું પડે છે. બાળકો માટે ક્રિડાંગણ ન હોવાથી સોસાયટીન કોમન પ્લોટમાં જ રમતા હોય છે. ત્યારે વોર્ડ નંબર - 1માં બાગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સોહેલ પાર્ક સોસાયટી પાસે બની રહેલો બાગ હજી અધુરો છે. જે આગામી સમયમાં પૂર્ણ થતાં લોકોને તેનો લાભ મળશે.

બેઠકોનો પ્રકાર

  • પ્રથમ બેઠક- અનુસુચિત જાતિ
  • બીજી બેઠક - સામાન્ય
  • ત્રીજી બેઠક - સામાન્ય
  • ચોથી બેઠક - સામાન્ય

કચરા પેટીના કારણે દુર્ગંધની સમસ્યા રહે છે
અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા કચરાના નિકાલ માટે મુકવામાં આવતી કચરા પેટીની સમયાંતરે ખાલી નહીં કરાતા ગંદકીજોવા મળે છે.અહીંયા હોટલના સંચાલકો પણ कકચરો નાખી જતા રખડતા પશુઓ આરોગતા હોય છે. જેના કારણે તેઓ હિંસક બનતા બાળકો ઉપર હુમલાના પણ બનાવો બની રહ્યાં છે. > અર્ષદ પટેલ,વોર્ડ-1 સ્થાનિક રહિશ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો