તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:જિલ્લાના 7.66 લાખ યુવાનો માટે 10 જ સેન્ટર, 8 દિવસમાં 1 ટકા જ વેક્સિનેશન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45થી વધુ વયના નાગરિકો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત નથીઃ CDHO
  • સવારે 6 વાગે લાઇનમાં ઉભેલા લોકોને 10 વાગે વેક્સિન ન હોવાનું કહેતા હોબાળો

દેશભરમાં કોરોનાની સેન્કડ વેવમાં દરેક રાજ્ય સરકાર અને ઓરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ઉઘાડી કરી દીધી છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે કોરોના સામે નાગરિકોને બચાવવા માટે એક માત્ર ઉપાય છે વેક્સિનેશન. રાજ્ય સરકારે 1 મેથી 18થી 44 વર્ષના લોકો માટે પણ વેક્સિનેશની છુટ આપી છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં આવે છે. જોકે તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વરમાં 4-4 અને આમોદ, જંબુસરમાં 1-1 સેન્ટરો મળીને માત્ર 10 સેન્ટરો શરૂ કરાયા છે. તેની સામે અત્યાર સુધીમાં માત્ર 1.5 ટકા જેટલા લોકોને જ વેક્સિનેટ કરાયા છે.

હાલ આ સેન્ટરોમાં વધારો થાય તેવી શક્યતા નથી. ભરૂચ જિલ્લાના અન્ય 5 તાલુકાના યુવાનો વેક્સિન લેવા ઉત્સુક છે પરંતુ તેમને માટે કોઇ સુવિધા હાલ પુરતી નથી. જો આ જ ગતિએ વેક્સિનેશન પ્રક્રિયા ચાલશે તો 7.66 લાખ લોકોને વેક્સિનેટ કરવા 90થી 95 અઠવાડિયા એટલે કે 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અત્યાર સુધીમાં 2. 40 લાખ જેટલા લોકોએ વેક્સિન લીધી છે.

318થી 44 વર્ષના નાગરિકો એલોટમેન્ટ વિના સેન્ટર પર ન પહોચે
હાલ 18થી 44 વર્ષના નાગરિકો માટેને વેક્સિનેશન સેન્ટર્સ 10 છે તેમાં વધારો થાય તેવી શક્યતા નથી. જેમણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને શિડ્યુલ આપ્યો હોય ત્યારે જ સેન્ટર પર પહોંચવુ. એલોટમેન્ટ રસિદ કે એસએમએસ વિના સેન્ટર પર વેક્સિન મુકાવી શકાશે નહી. સેન્ટર પર એલોટમેન્ટ વિનાના નાગરિકોને વેક્સિન અપાય તેવી શક્યતા નથી તેથી ભીડ ઓછી કરીને સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ નાગરિકોએ કરવો જોઇએ. > ડો. જે.એસ દુલેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ.

વેક્સિન સેન્ટરો પર લોકો પરેશાનઃ માંગરોલા
જિલ્લામાં થઇ રહેલી વેક્સિનને કારણે ભીડ પર કોંગ્રેસના આગેવાન સંદિપ માંગરોલાએ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પત્ર લખીને સુવિધા વધારવા રજૂઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન પ્રક્રિયા ઘણી ધીમી ચાલે છે. ભરૂચના રોટલી સેન્ટર પર ચાલતા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યા સર્જાયેલી અફરાતફરી અંગે રજૂઆત કરી હતી.

જેણે વેક્સિન લેવી છે તેમને તો આપોઃ યુવાનોનો બઢાપો
ગોકળગાયની ગતિએ ચાલતી વેક્સિનેશનની પ્રક્રિયામાં હાલ વહીવટી તંત્ર વેક્સિનેશન માટે લોક જાગૃતિ ફેલાવી રહ્યું છે. બીજી તરફ યુવાનોમાં વેક્સિન લેવા ઉત્સુકતા છે ત્યારે તેમને લિમિટે સેન્ટર અને સ્ટોકને કારણે વેક્સિન મળતી નથી. વેક્સિન લીધા વિના પાછા ફરતા યુવાનો રોષ ઠાવતા કહે છેે, જેમને વેક્સિન જોવે તેમને તો આપો. યુવાનો વેક્સિન લેવા તૈયાર છે તો તેમના માટે પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...