તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Only 1 Per Cent Viewers Came To The Multiplex, Talkies Have Not Started In Bharuch District With 100 Per Cent Capacity Yet: Demand For Controversial Film From Viewers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓછા દર્શકોનુ આગમન:મલ્ટિપ્લેક્ક્ષમાં માત્ર 1 ટકા જ દર્શકો આવ્યા, ભરૂચ જિલ્લામાં હજી 100 ટકા ક્ષમતા સાથે ટોકીઝ શરૂ થઇ નથીઃ દર્શકોની ચર્ચાસ્પદ ફિલ્મની ડિમાન્ડ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં 100 ટકાની ક્ષમતા સાથે ટોકીઝને શરૂ કરવા માટેની છુટછાટ આપી છે. જોકે હાલ કોઇ મલ્ટીસ્ટાર કે મોસ્ટ અવેઇટેડ સ્ટારનુ મુવી ન હોવાથી લોકો ટોકીઝ કે મલ્ટિપ્લેક્ક્ષમાં જતા નથી. કેટલાક મલ્ટીપ્લેક્ક્ષના સંચાલકે જણાવ્યુ કે 50 ટકાની છુટ હતી ત્યારે થી જ ટોકીઝ શરૂ કરી હતી પરંતુ પહેલાની તુલનામાં હાલ માત્ર એક ટકા લોકો જ આવે છે.

કોવિડ-19ને કારણે ઇન્ટરવલના સમયમાં વધારો કરાયો છે. જે અગાઉ 10 મિનિટ હતો તે હાલ 20થી 25 મિનિટ કરાયો છે. જો ટોકીઝમાં લોકોની સંખ્યા વધશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ સહીતના નિયમો પાડવા માટે ઇન્ટરવલનો સમયગાળો વધારી શકાય છે. બે શો વચ્ચેનો સમયગાળો વધારીને 45 મિનિટ કરાયો છે.

ટિકિટમાં રૂ.0-20 વધી શકે, ડિસેમ્બર સુધી પણ 50 ટકા જ વ્યુઅર આવશે
સંચાલકોએ જણાવ્યુ કે, હાલ બે મહિના સુધી બધી મલ્ટીપ્લેક્ષ શરૂ થશે નહી. એપ્રિલ મહિનામાં મોટા સ્ટારની મુવી રીલિઝ થશે તેમજ લોકોમાં અવેરનેશ પણ ઓછી છે તેથી માર્ચના છેલ્લા અઠવાડિયામાં મોટાભાગની મલ્ટીપ્લેક્ષ શરૂ થશે. કોરોના દરમિયાન થયેલી ખોટને નિવરવા માટે વિકેન્ડમાં શોની ટિકિટમાં 10થી 20 રૂપિયાનો વધારો થઇ શકે છે.

તેથી પ્રતિદિવસના શોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને ભરૂચના લોકો વિકેન્ડ દરમિયાન સુરત-વડોદરા જેવા મહાનગરોમાં જતા હોવાથી મલ્ટીપ્લેક્ષમાં કોરોના કાળ પહેલા પણ સ્થાનિક લોકો ઓછા હતા. જેની નકારાત્મક અસર હવે પણ થશે.

3 પૈકી 1 મલ્ટીપ્લેક્ક્ષ ચાલુ, ટિકિટ અને નાસ્તાનું બિલ પણ ડિજિટલ કરાયુ
ભરૂચમાં અમારી 3 મલ્ટીપ્લેક્ક્ષ છે જોકે લોકો મુવી જોવા આવતા ન હોવાથી 3 પૈકીની માત્ર એક જ કાર્યરત છે. કોરોનામાં ઘણુ બદલાયુ, ટિકિટ પણ હવે પેપરલેસ કરવી પડી અને નાસ્તાનું બિલ પણ ડિજિટલ કરાયુ છે. જે ગ્રાહકના મોબાઇલમાં જ આવી જશે. હાલ સ્ટાફ ઓછો કરાયો છે. સરકારનો ઓફિસિયલ પરિપત્ર અમને મળશે પછી 100 ટકા ક્ષમતા કરીશુ. - સુમિત મહેતા, સંચાલક, આઇનોક્સ, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો