તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:ભરૂચના દવાના વેપારી સાથે 75 હજારની ઓનલાઇન છેતરપિંડી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદિક દવાઓનો સ્ટોક મોકલવાના બહાને રૂપિયા પડાવી લીધાં

ભરૂચના સંતોષી વસાહત વિસ્તારમાં રહેતાં ઇકબાલ અબ્દુલ કાદર પટેલ આયુર્વેદિક દવાનો વેપાર કરે છે. ગત જાન્યુઆરીમાં તેમના મોબાઇલ પર મુસ્કાન નામની એક મહિલાએ સંપર્ક કરી તેઓ મોઢા પર લગાવવાની આયુર્વેદિક ક્રીમ વેચતાં હોવાનું જણાવી તેમને તે ખરીદવા જણાવ્યું હતું.

જેના પગલે તેમણે ઇકબાલ પટેલે તેમનો સંપર્ક કરતાં મુસ્કાને પહેલાં રૂપિયા જમા કરવાનું જણાવી તબક્કાવાર તેમની પાસેથી કુલ 75 હજાર રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવ્યાં બાદ માલ પહોંચાડ્યો ન હતો. બીજી તરફ વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરતાં ઇકબાલ પટેલને તેમની સાથે ઠગાઇ થઇ રહી હોવાનો અહેસાસ થતાં તેમણે રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.ઉપરાંત 75 હજાર પરત કરવાની માંગ કરતાં મુસ્કાને ગલ્લા તલ્લા કરતાં આખરે ઇકબાલ પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોનોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...