તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ક્રેડિટકાર્ડનો OTP મેળવી યુવાન સાથે ~ 60 હજારની ઓનલાઇન છેતરપિંડી

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના શુક્લતીર્થ ગામના યુવાનની પોલીસમાં ફરિયાદ
 • મોબીક્વિક દ્વારા ખાતામાંથી 30-30 હજાર કરી રૂપિયા ઉપડ્યાં

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રહેતાં એક યુવાનના ક્રેડિટ કાર્ડની વિગત મેળવી ગઠિયાએ તેના કાર્ડથી 60 હજારની ઓનલાઇન ઠગાઇ કરી હતી. બેન્કમાં ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન થતાં તેમણે નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

શુક્લતીર્થ ગામે રહેતો વનરાજસિંહ સુરેન્દ્રસિંહ ડોડિયા ઝઘડિયાની યુપીએલ 5માં ફિલ્ડ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. ગત 13મી નવેમ્બરે તે સવારે ઉઠીને તેમનો મોબાઇલ ચેક કરી રહ્યાં હતાં. તે વેળાં તેમાં ઓટીપીના 2 મેસેજ આવેલાં જોયાં હતાં. ઉપરાંત બન્ને મેસેજમાં મોબીક્વિક દ્વારા તેમના ક્રેડિટ કાર્ડમાંથી 30-30 હજાર મળી કુલ 60 હજાર રૂપિયા ઉપાડી લીધાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે બેન્કમાં ફરિયાદ કરી હતી. જોકે, બેન્ક દ્વારા પહેલાં 35 દિવસમાં અને બાદમાં 70 દિવસમાં તેમની પ્રોસેસ થશે તેમ જણાવ્યું હતું. પરંતુ તે બાદ બેન્કે તેઓ આ કાર્યવાહી કરી શકે તેમ હોવાનું જણાવતાં આખરે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો