કિસાન રેલનુ સંચાલન:ભરૂચથી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન માટે પ્રથમ વખત રેલવેમાં ડુંગળી મોકલવામાં આવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા ડિવિઝને પહેલી વાર કિસાન રેલ મારફતે ડુંગળીનું લોડિંગ કરતા 11 લાખની આવક

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનથી પહેલી વાર કિસાન રેલના માધ્યમથી ડુંગળીના લોડિંગની શરૂઆત કરવામાં આવી. આના માટે ડિવિઝનના ભરૂચ સ્ટેશનથી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન માટે ડુંગળીનું પરિવહન કરાઈ રહ્યું છે.

ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, કિસાન રેલના માધ્યમથી ભારતીય રેલવે દ્વારા કૃષિ ઉત્પાદનો માટે સલામત, ઝડપી તથા સસ્તા પરિવહન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વડોદરા ડિવિઝનમાં રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી પશ્ચિમ રેલવેને સતત સફળતા મળી છે. ડુંગળી જેમ સામાન્ય રીતે રોડ માર્ગે મોકલવામાં આવતી હતી. આ ટ્રાફિકને રોડ થી રેલવે તરફ ડાયવર્ટ કરવામાં સફળતા મળી છે. ડિવિઝનથી પ્રથમ ડુંગળીની કિસાન રેલ ભરૂચ થી માલદા ટાઉન માટે ચલાવવામાં આવી જેમાં 20 જનરલ કોચમાં 228.11 ટન ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. કિસાન રેલ થી પરિવહન કરવા પર રેલવે થી ભાડામાં સબસિડી આપવામાં આવે છે. જેમાં આ રેક થી કુલ રૂ. 11 લાખના રાજસ્વની આવક થઈ છે. આ પ્રકારે વડોદરા ડિવિઝનથી અત્યાર સુધી 9 કિસાન રેલનુ સંચાલન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...