• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ONGC At Ankleshwar Kishan Seva Mandal And Sarpanch Sangh Expressed Happiness Over The Happy End Of Some Of The Demands Of The Affected People

માંગ સંતોષાય:અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો સુખદ અંત, કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘે ખુશી વ્યક્ત કરી

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા વર્ષોથી કિશાન સંઘ હેઠળ ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ સહિતના સંગઠનો દ્વારા ચલાવતી લડત આગરે રંગ લાવી
  • આશિયાડ નગરથી મોટવાણ સુધીના માર્ગ ઉપર રૂપિયા 10 કરોડના ખર્ચે માર્ગ બનાવવા મંજૂરી આપવામાં આવી

અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો આજે ગુરૂવારે મળેલી મિટિંગમાં સુખદ અંત આવ્યો હતો. જેને લઈ ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તાલુકાનાં અડોલ, હજાત મોટવાણ સહિતના ગામોના ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત ખેડૂતો અને લેન્ડ લૂઝર્સ માટે ગુજરાત કિશાન સંઘ હેઠળ ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ લડત ચલાવવામાં આવી હતી. તાલુકા સરપંચ સંઘ દ્વારા તારીખ-22મી નવેમ્બરના રોજ આંદોલન બાબતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે અલ્ટિમેટમ તેમજ અગાઉ પાઠવેલા આવેદન પત્રના અનુસંધાને ઑ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ, તાલુકા સરપંચ સંઘ અને ઑ.એન.જી.સી સાથે એક મિટિંગ મળી હતી.

આ મિટિંગમાં વિવિધ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આશિયાડ નગરથી મોટવાણ સુધીના માર્ગ ઉપર ચર્ચા કરતાં ઑ.એન.જી.સી.દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે ચોમાસા પહેલા માર્ગ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મિલુદાદ્રા, મોટવાણ સહિતના ગામોની સીમમાં આવેલી ઓઇલ ફિલ્ડ એરિયામાં ઑ,એન.જી.સીની સાઈડ પર ચોમાસામાં એપ્રોચ રોડ બાઉન્ડ્રી ઓવર સહિતના વિસ્તારમાં પાણી બ્લોકેજ થાય છે જેને લઈ હજારો હેક્ટર જમીન બિન ઉપજાઉ થઈ ગયી છે. જેથી ચોમાસામાં પાણી તળાવમાં ફેરવવા છે જે અંગે પ્રશ્નો ઉઠતાં ટૂંક સમયમાં તે મુદ્દે પણ કમિટી બનાવી નિકાલની ખરી આપી હતી અને અન્ય પ્રશ્નોને લઈ બાહેંધરી મળતા ગુજરાત કિશાન સંઘ હેઠળ ઑ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ સહિતના સંગઠનો દ્વારા ચલાવતી લડતનો અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...