તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દેરોલ પાસે વાહનની ટક્કરે એક યુવકનું મોત, અન્ય એકને ઈજા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બૂલેટ પર જતા યુવાનોએ વાહનને ઓવરટેક કરવા જતાં અકસ્માત

ભરૂચ, જંબુસર માર્ગ પર ગુરૂવારે સવારે એક બુલેટ લઈને રાઘવ અને અમન નામના બે યુવાનો જઈ રહ્યા હતા.

બુલેટના ચાલકે દેરોલ ગામ નજીક કોઈક વાહનને ઓવર ટેક કરવા જતાં વાહનની ટક્કર વાગતા જમીન ઉપર પટકાયા હતા. બુલેટ પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં 38 વર્ષીય રાઘવ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 35 વર્ષીય અમન નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને લઈ ભરૂચ, જંબુસર માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિનું સર્જન થતું હતું, જોકે રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો