પાવન સલીલા મા નર્મદાની દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ પરિક્રમા કરતાં હોય છે. અબાલ, વૃદ્ધ, મહિલા સહિત સાધુ સંતો નર્મદાની પરિક્રમા કરી ઔલોકીક આંનદ અને શાંતિની પ્રાપ્તિ કરે છે. એકમાત્ર નર્મદા નદીની થતી પરિક્રમા કરવા ઇતિહાસમાં 3 કિન્નરો 10 સભ્યોના જૂથને લઈ નીકળ્યા છે. જેઓ હાલ ભરૂચ જિલ્લામાં પ્રવેશી અંગારેશ્વર નદી કિનારે પોહચ્યા છે. કિન્નર સમાજ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર માં નર્મદા પરિક્રમાની અનોખી શરૂઆત કરતા અંગારેશ્વર ગામ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાવન સલિલ માં નર્મદાની પરિક્રમાનું ખુબ મહત્વ છે.
માત્ર નર્મદા નદી જ એક એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે સાધુ સંતો તેમજ અન્ય લોકો નર્મદા પરિક્રમા કરતા હોય છે પરંતુ કિન્નર સમાજ દ્વારા નર્મદા પરિક્રમાની શરૂઆત પહેલીવાર જોવામાં આવી છે. આજે મંગળવારે કિન્નર સમાજ નર્મદા પરિક્રમા કરતા કરતા અંગારેશ્વર ગામે પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. MPના બૈતુલ જિલ્લાના શાહપુર ગામથી કિન્નર ગુરુ કાજલ તેમના 2 કિન્નર ચેલા સાથે 10 સભ્યોના જૂથને લઈ 12 ફેબ્રુઆરીથી નર્મદા પૂરમ ખાતેથી પરિક્રમાની શરૂઆત કરી છે. જેઓના ગ્રુપમાં એક 6 વર્ષનું બાળક પણ છે.
કિન્નર ગુરૂ કાજલે પરિક્રમા દરમિયાન અનેક ચમત્કારિક અનુભવો થઈ રહ્યા હોવાનું કહ્યું છે. સાથે કિન્નર સમાજ પણ નર્મદા પરિક્રમા કરે તેવા અતૂટ વિશ્વાસ સાથે માં નર્મદામાં કિન્નરોને પણ શ્રદ્ધા હોવાનો સંદેશ પાઠવ્યો છે. ખોડલધામ અંગારેશ્વર ખાતે મહેશ પરમાર દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે 24 કલાક ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. નર્મદા નદીની પરિક્રમાનું અનોખુ મહત્વ હોઇ દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી પરિક્રમાની શરૂઆત કરે છે. અને ગરમ,ઠંડી- વરસાદમાં પણ અનેક શ્રદ્ધાળુંઓ તેમના દ્રઢ નિશ્ચય સાથે પરિક્રમા કરતાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.