તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેણમાં ગરકાવ:દરિયામાં ન્હાવા પડેલાં બે મિત્રો પૈકી એક ડૂબ્યો : બીજાનો આબાદ બચાવ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીવી રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ ઝામડી ગામના દરિયા કિનારે ન્હાવા ગયા હતા
  • દરિયામાં ભરતીના પાણી આવતાં યુવાન વહેણમાં ગરકાવ થઈ ગયો

જંબુસરમાં ટીવી રિપેરિંગનો વ્યવસાય કરતો યુવાન તેના બે મિત્રો સાથે ઝામડી ગામે ટીવી રીપેર કરવા ગયાં હતાં. કામ પૂર્ણ થતાં બે મિત્રો દરિયા કિનારે ન્હાવા ગયા હતા. જ્યાં એક મિત્રનું ભરતીના પાણીમાં ગરકાવ થઇ જવાથી મોત થયું હતું. જ્યારે અન્ય એક મિત્રનો આબાદ બચાવ થયો હતો.

જંબુસરના સ્ટેટ બેન્ક સામે રહેતો ભદ્રેશ અરવિંદ પટેલ ટીવી રિપેરીંગનું કામ કરે છે. ઝામડી ગામના એક શખ્સને ત્યાં તે ટીવી રિપેર કરવા માટે ગયો હતો. તેની સાથે ઓડવાસમાં રહેતો અમરદિપ રમણભાઇ જોષી તેમજ અન્ય એક મિત્ર એમ ત્રણ મિત્રો ઝામડી ગામે ગયાં હતાં. કામ પૂર્ણ થયાં બાદ તેમનો એક મિત્ર જતો રહ્યો હતો. જ્યારે ભદ્રેશ અને અમરદિપ બંને ઝામડી ગામના દરિયા કિનારે ન્હાવા માટે ગયાં હતાં.

દરિયામાં ન્હાતી વેળાં ભરતીના પાણી વધતાં તેઓ પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. જોકે, ભદ્રેશ યેનકેન પ્રકારે બહાર નીકળી ગયો હતો. જ્યારે અમરદિપ પાણીમાં તણાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં કાવી પોલીસે દરિયા કિનારે આવેલાં અન્ય પોલીસ મથકોને સતર્ક કરવા સાથે દરિયામાં અમરદિપના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે, હજી સુધી તેનો મૃતદેહ મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...