પાણીના પ્રવાહમાં ટ્રેક્ટ્રર તણાયું:અંકલેશ્વરના પિલુદ્રા ગામની ખાડી નજીક પાણીના પ્રવાહમાં ટ્રેક્ટ્રર તણાયું, ચાર પૈકી એક વ્યક્તિ ગુમ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટ્રરમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને બચાવાયા, એક લાપત્તા
  • એસ.ડી.આર.એફ.જવાનોએ લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરી

વામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતાં જનજીવન પર અસર પડી છે. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીક આવેલી ખાડી પાસેથી પસાર થઇ રહેલું એક ટ્રેક્ટ્રર તણાઈ જતા ચાર પૈકી ત્રણ લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે એક વ્યક્તિ લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એસ.ડી.આર.એફના જવાનોએ શોધખોળ હાથ ધરી
અંકલેશ્વર પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમલાખાડી અને પિલુદ્રા ગામ પાસેની ખાડીમાં પાણી ફરી વળ્યા હોવાથી માર્ગો બંધ કરવામાં સુચન વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજરોજ પીલુદ્રા ગામથી ટ્રેક્ટ્રરમાં સવાર થઇ ચાર લોકો ખેતરે જતા હતા તે દરમિયાન ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટ્રર તાણવા લાગતા ટ્રેકટરમાં સવાર લોકોએ બુમરાણ મચાવી હતી. જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાઈ રહેલા ચાર પૈકી ત્રણ લોકોને બચાવી લીધા હતા. જયારે એક વ્યક્તિ લાપત્તા બન્યો હતો. જે અંગે એસ.ડી.આર.એફના જવાનોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાપત્તા બનેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...