વધુ એક ચોર ઝડપાયો:ભરૂચના કંથારીયા નજીક બુલેટ ટ્રેનની સાઇટ પરથી થયેલી સામાન ચોરીના મામલે વધુ એક શખ્સની ધરપકડ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા
  • તપાસ દરમિયાન એલસીબી પોલીસે અગાઉ કાર સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા

ભરૂચ તાલુકાના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના માર્ગ ઉપર અમદાવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ પરથી સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી પોલીસને તપાસ સોપવામાં આવી હતી. જેમાં અગાઉ બે શખ્સ ઝડપાયા બાદ વધુ એકની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે તપાસ દરમિયાન એલસીબી પોલીસે અગાઉ કાર સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેના બાદ પોલીસે ભરૂચના શેરપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ ચિસ્તીયા ટાઉનશિપમાંથી સઅદ ઉર્ફે સાદ લૂકમાન પટેલને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન મળી રૂ. 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...