અકસ્માત:નેત્રંગ તાલુકામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝરણાવાડી ગામમાં કાર ચાલકે શાકભાજીની લારીને અડફેટે લેતા લારીધારકનું મોત
  • પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નેત્રંગ તાલુકામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પોલીસે બંને અકસ્મત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણપત ફળિયામાં રહેતા 52 વર્ષીય રામુ મોતી વસાવા શાકભાજીનું વેચાણ કરે છે જેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે પોતાની શાકભાજીની લારી લઈને ઊભા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો પિકઅપ ગાડીના ચાલકે માર્ગની બાજુમાં આવેલી શાકભાજીની લારીને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રામુભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજયું હતું.

અકસ્માતની બીજી ઘટના જોઈએ તો મૂળ ચિખલી તાલુકાનાં અને હાલ હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આશ્રમ શાળા ખાતે રહેતા બળવંત ગોવિંદભાઈ પટેલ પોતાની મોટર સાઇકલ લઈ રાજપીપળા ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર વાંદરવેલી ગામ નજીક તેઓની બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો. જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ નેત્રંગ બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...