અકસ્માત:ભરૂચના એક સાલ ગામ નજીક બસ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, એકનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકને ગંભીર ઈજા પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
  • અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો

ભરૂચમાં એક સાલ ગામ નજીક અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે બાઈક ચાલકને બસ ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત સર્જાતા રાહદરીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા.

આજે ગુરૂવારે સવારના સમયે ભરૂચથી દહેજ તરફના એક સાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહીતી અનુસાર બસ ચલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. તે સમયે ગંભીર રીતે જમીન પર પટકાતા બાઈક સવાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય એકને માથા અને હાથ પગ સહીત અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...